રાહ : એક અનોખા પ્રેમની સફર - 1

  • 2.6k
  • 1k

સવારનો છ વાગ્યાનો સમય હતો. રાહી અને તેનો પરીવાર લગભગ છેલ્લા એક કલાકથી લેપટોપ સામે બેસી ગયા હતા.આજે ધોરણ 12th સાયન્સનું રીઝલ્ટ હતું.રાહી નર્વસ હતી. "દર વખતની જેમ આ વખતે પણ તમારાં સારા જ ટકા આવશે.તમે ચિંતાના કરો દીદી." આરવ (રાહીનો ભાઈ )બોલ્યો. "હા,બેટા જે ટકા આવે એ એમાં શું ચિંતા કરવાની એક રિઝલ્ટથી આપણી જિંદગી થોડી અટકી જવાની છે." અલ્પેશભાઈ બોલ્યા. એટલામાં રીઝલ્ટ મુકાઈ ગયું રાહી એ ફટાફટ નંબર નાખ્યો.રીઝલ્ટ જોઈને રાહી તો કૂદવા માંડી કેમ કે 92 % જો આવ્યા હતાં. રાહીએ નક્કી કરી રાખ્યું હતું કે મારે ફોરેન્સિક સાયન્સ જ લેવું છે માટે