માઇક્રોફિક્શન સંગ્રહ.

  • 3.2k
  • 2
  • 808

1. વિશ્વાસ.જીવણ બગીચામાં રહેલ બેંચ પર બેસવા જતો હતો ત્યાં જ એના મિત્રએ બૂમ પાડી, 'અલ્યા ત્યાં બેસતો નહીં હજી હમણાં જ બેંચ પર કલર કર્યો છે!' અને જીવણે આંગળી અડાડીને ચેક કરીને કહ્યું, 'હા લ્યા આ તો સાચે જ હજી કલર સુકાયો પણ નથી.'એ જ રાતે જીવણ પોતાની ફૂલ જેવી દીકરીને ભૂવાજીના હવાલે કરી આવ્યો, ભુવાજીએ કહ્યું હતું કે રાતના એકાંતમાં વિધિ કરીશ તો જ તારી દીકરી સાજી થશે! અને જીવણને ભુવાજી પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો!2. ટેલેન્ટ. રમણલાલ શેઠ પોતાની ફેક્ટરીના મેનેજર સાથે ફોન પર વાત કરી રહ્યાં છે, "બે દિવસ પહેલા ઓફિસ વર્ક