વિદાય

(11)
  • 3.9k
  • 1.1k

સુર્યાસ્તનો સમય એટલે ઠહેરાવ. જ્યાં હોઇએ ત્યાં થંભી જવાનો, કંઈ જ ન કરવાનો સમય. પોતાને એ અસીમ, અદ્રશ્ય શક્તિને સમર્પિત કરી દેવાનો સમય.બસ આવા જ એક સુર્યાસ્તને માણતો હું નવનીતલાલ આજે ઘરે જવા માંગતો ન હતો. રેવતીના ગયા પછી મારા માટે જીવવાનું એક માત્ર કારણ હતું, આ સૂર્યાસ્ત!ખૂબ પૈસા કમાયા, ખૂબ નામ કમાયું, ભગવાનની કૃપાથી બે પુત્ર અને એક પુત્રી બધા ખૂબ સરસ રીતે સેટ થઈ ગયા હતા. મારો સિમેન્ટ વેચવાનો ધીગતો ધંધો છોકરાઓને સોંપી શિમલામાં આવેલ હોલીડે હોમમાં રેવતી સાથે જિંદગી કાપવાની ઘણા વર્ષોથી ઈચ્છા હતી જે મને પંચાવન થતા પૂરી થઈ. આજે એ વાતને છ વર્ષ થઈ ગયા અને