આકૃતિ એના ભૂતકાળમાં સરી પડે છે. "મમ્મી,હજુ કેટલી વાર છે? ક્યારની પૂજા કરે છે?તું ક્યારે મને નાસ્તો આપીશ અને હું ક્યારે ક્લાસિસ પહોંચીશ? દાદરા ઉતરતી આકૃતિએ ચંદ્રીકાબેનને કહ્યું "ઓ હેલ્લો,વધારે પડતું નોઇસ પોલ્યુશન ફેલાવાની જરૂર નથી.ઓલ રેડી એકને સહન કરું છું.ક્યારની બરાડા પાડે છે.ક્યારે અક્કલ આવશે તને આકૃતિ?મમ્મી તે તારા ભગવાનને ભોગ ધરી દીધો હોય તો અમને પણ થોડો પ્રસાદનો લ્હાવો લેવા દયો."વૈભવે બનાવટી ગુસ્સા સાથે બોલ્યો. "આવું છું,મારા બન્ને બાળકોનું અને મારા પરિવારનું સદાય ધ્યાન રાખજે.એમના પર તારી કૃપા વરસાવતો રહેજે.જયશ્રી કૃષ્ણ."બંને હાથ જોડી ભગવાનને વિનંતી કરતા ચંદ્રિકાબેન બોલ્યા. "જયશ્રી કૃષ્ણ મોમ,ચાલ હવે ફટાફટ નાસ્તો પીરસ મારે લેટ થાય