યમ નો વહેમ

  • 9.8k
  • 3.5k

યમ નો વહેમ જોર થી સંભાળતા અટ્ટહાસ્ય થી ચિત્રગુપ્ત ની તંદ્રા તૂટી. આંખો ચોળી ને જોયું તો એક વિશાળકાય આકૃતિ અટ્ટહાસ્ય વેરી રહી હતી. તેના મુક્ત નૃત્ય થી જાણે આખું યમલોક ડોલી રહ્યું હતું. કઈ સમજે એ પેહલા એ વિશાળકાય આકૃતિ ચિત્રગુપ્ત ની નજીક આવી. ચિત્રગુપ્ત ધ્યાનથી જોયું તો સ્વયં યમરાજ તેની સમક્ષ હતા. “શું થયું પ્રભુ ?” “આટલા અધીર કેમ ?” લાંબા સમય કર્મ નાં લેખાજોખા કર્યા બાદ શાંતિ થી આવેલી મીઠી ઊંઘ ખંખેરી ચિત્રગુપ્તે પ્રશ્નાર્થ કર્યો . “સમય આવી ગયો ....હવે સમય આવી ગયો...આ અસીમિત માનવો ને તેની સીમા દેખાડવાનો સમય આવી ગયો....” યમરાજા એ