સુધા મરી ગઈ હતી? હા. બિલકુલ. સુધા એ મૃત્યુ પામી હતી. તેના શરીરથી મૃત્યુ શણગારી હતી. તો આ હવાનો વાયરો તેના માથા પરથી જે ગયો, તે એણે વાળ કેમ ઉડાડી ગયો. શું આપણું શરીર સ્ટીફ નથી થઈ જતું. સુધાને કઇ ખબર નથી પડતી. હવે એ લોકો સુધા ને અગ્નિદાહ આપવાના છે. મૃગધાં બેસી ગઈ છે, તે રડતી નથી. સારું છે, એનું રડવાનું ભેકડા તાણવા જેવુ લાગે છે. સુધાની બા એવું બહુ કહે, ‘એ ભેકડા તાણવાનું બંધ કર અને કપડાં ધોવા બેહ!’ આ વાત તે દિવસ એ અમેયને કરતી હતી. અમેય ખૂબ હસતો: તેણે સુધાની વાતો પર હસું આવતું. ઘણા દિવસો