ખિસ્સાની આત્મકથા

  • 3.1k
  • 4
  • 892

ખિસ્સાની આત્મકથા ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; સંધ્યાકાળનો સમય હતો. ઘરમાં પગ મુકતાં જ રાહુલની નજર બેડરૂમની સામેની દિવાલે ટીંગાયેલા ઝભ્ભા પર પડી. રાહુલ પોતે છેલ્લા ઘણા દિવસથી ટેન્શનમાં હતો. છેવટે પત્નીના કહેવાથી પિતાજીના કાને વાત કરેલ હતી. પિતાજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું ‘તું કાલે સાંજે ઝભ્ભાના ખિસ્સામાં જોઇ લેજે...!!’ રાહુલ તેના પપ્પાને પિતાજી કહેતો. વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી. તે સમયથી જ પિતાજી શબ્દ રાહુલની જીભમાં અને મનમાં ગોઠવાઇ ગયો હતો. ઘણાં વર્ષો પછી પિતાજીના ઝભ્ભાનું એ ખિસ્સું જોઇ ખુશી થઇ....! તેમાં દેખાતી નોટોની ગડીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો. જો કે રાહુલે