અદલાબદલી

(17)
  • 8.4k
  • 1
  • 2.4k

રોહન આજે ઝડપથી ઘેર આવ્યો,અને જુવે તો ઘરમાં કોઈ વસ્તુ ઠેકાણે નહિ,બધી જ વસ્તુ આડા અવળી હતી,એટલે એ સુનિતા પર ખિજાયો.અને બોલ્યો; થોડુક તો ઘરનું દયાન રાખો.સુનિતા બોલી; પણ આજે જ આવી રીતે અસ્ત વ્યસ્ત છે આજે ચિરાગ એ જીદ પકડી કે નથી જમવું.બસ મારે બગીચામાં લપસણી ખવાં જવું છે. અને મે કીધું આપણે રવિવારે જઈશું.અને તેને ખિજાઈ ને બધુજ આડું અવળું કરી દીધું.હું હાલ જ બધું સીધું કરી દઉ છું.એટલામાં એમની મમ્મી એટલેકે સુનીતાની સાસુ આવ્યા અને બોલ્યા બેટા ,એક દિવસ તું સુનિતાનુ કામ સંભાળ,અને સુનિતા રોહન તારું કામ સંભાળશે.બંને પાત્રો ની અદલાબદલી કરી અને કામ કરવાનું નક્કી