અશ્વમેધા - પ્રકરણ 6

(11)
  • 4k
  • 1
  • 1.6k

એ સ્ત્રી પોલીસ સ્ટેશનમાં અંદર આવી કે જાડેજા અને વસાવા એને જ જોઈ રહ્યા. 30-32 વર્ષની ઉંમરની એ સ્ત્રી ખૂબ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. એનો પહેરવેશ બિલકુલ મેધાને મળતો આવતો હતો. એ એનાથી સહેજે રૂપમાં ઓછી નહતી. એ જ કાળી બોર્ડર ધરાવતી સફેદ સાડી, એ જ ઓકાઓડાઈઝના અલંકાર, એ જ મોટા વાળનો અંબોડો અને એવી જ મરૂન લિપસ્ટિક. પાણીયારી આંખો, કસાયેલું શરીર અને આકર્ષક દેખાવ...એની મેધાથી અલગ ઓળખમાં બીજી વસ્તુઓ સમાવિષ્ટ થતી હતી. ગળાના ભાગ પર અર્ધચંદ્રનું ટેટુ, જેની પર એક મૂળાક્ષર હતો. એ મૂળાક્ષર જોકે કોઈ બીજી ભાષામાં હતો, એટલે એ બંનેને સમજાયો નહિ. મેધાથી અલગ એણે