લવ બાઇટ્સ - પ્રકરણ-62

(126)
  • 7.5k
  • 5
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-62 સ્તુતિ આખી રાત સ્તવનનાં એહસાસમાં રહી. સ્તવને એને પ્રેમ કર્યો બંન્ને જણાં સંપૂર્ણ તૃપ્ત થયાં. સ્તુતિ એ સ્તવનને શરીર પર નિશાની કરી આપ્યું. સ્તવન કંઇજ સમજી નહોતો રહ્યો કે આ શું થઇ રહ્યું છે ? એને આ ભ્રમણાં થાય છે કે ખરેખર કોઇ અનુભવ છે ? એણે સ્તુતિને બૂમ પાડી અને જોયું કે મીહીકા દોડી આવી છે. મીહીકાએ કહ્યું ભાઇ કોને બૂમ પાડો છો ? ક્યારનાં તમારી રૂમમાંથી અવાજો આવે છે. બધું બરાબર છેને ? ભાઇ બોલોને ? સ્તવન તો મીહીકાને જોઇને સાવ ચૂપજ થઇ ગયો એણે કહ્યું અરે કંઇ નહીં.. કંઇ નહીં માત્ર ભ્રમણાંજ થયા કરે છે.