કારગિલ યુદ્ધ - ભાગ 1

  • 6.9k
  • 2.5k

લેખ:- કારગિલ યુદ્ધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું. કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી