ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-7

(48)
  • 5.3k
  • 3
  • 2.5k

અકીરા અને અજયકુમાર એલ્વિસના મોડા આવવા અંગે જ્યારે વાત કરી રહ્યા હતાં.તે સમય દરમ્યાન જ ડાયરેક્ટર ત્યાં આવ્યા. "અજયકુમારજી-અકીરા,સારું થયું તમે અહીંયા મળી ગયાં."ડાયરેક્ટરે કહ્યું. "કેમ શું થયું?"અજયકુમારે પુછ્યું. "એલ્વિસ આજે નહીં આવી શકે શુટીંગ કેન્સલ થયું છે."ડાયરેક્ટરે કહ્યું.આ વાત સાંભળી અજયકુમાર ચિંતામાં આવી ગયો અને અકીરાને રાહત અનુભવાઇ. "કેમ? શું થયું તેને?તે કેમ નહીં આવી શકે?અમારી ડેટ્સ ફાલતું છે?અમે નવરા નથી.કેટલી મુશ્કેલી સાથે મારા મેનેજરે આ ડેટ્સ એરેજં કરી છે.તે સમજે છે શું પોતાની જાતને?તે હશે સુપરસ્ટાર પણ મારાથી મોટો નહીં."અજયકુમાર ખૂબ જ ગુસ્સામાં લગભગ બુમો પાડી રહ્યો હતો. "અજયકુમારજી,શાંત થાઓ.મારી વાત તો સાંભળો.એલ્વિસ એટલા માટે નહીં આવી શકે