ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-6

(54)
  • 4.7k
  • 4
  • 2.4k

"હાય,હું કિઆરા શેખાવત.ફરીથી આવી ગઇ તમારી સાથે વાતો કરવા માટે.તો આ છે મારી કોલેજ ' ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ, મુંબઇ' .તમને લાગતું હશે કે હું અહીં શું ભણવા આવું છું? મે બારમાં ધોરણ પછી ગુજરાત યુનીવર્સીટીમાંથી બેચલર ડિગ્રી કોર્સ (ફોરેન્સિક સાયન્સ અને ક્રિમીનોલોજી) કરવાનું શરૂ કર્યું પણ મારે અહીં આગળ મુંબઇમાં રહીને ભણવું હતું.તો મે અહીં આ કોલેજમાં બદલી લઇ લીધી. અત્યારે હું બીજા વર્ષમાં છું. તમે હવે એમ વિચારતા હશો કે આ કોર્સ કરીને હું શું કરવા માંગુ છું ?આ ડિગ્રી મેળ્વયા પછી હું ફોરેન્સિક વિભાગ, પોલીસ, સંશોધન ક્ષેત્ર, તબીબી હોસ્પિટલો, સીબીઆઈ, કોર્ટ, એફબીઆઇ, ક્રાઇમ લેબોરેટરીઝ, ખાનગી હોસ્પિટલો, કોલેજો,