વીચ one?? - (પાર્ટ 1 જંગલ પ્રવેશ )

(21)
  • 4.2k
  • 1
  • 1.7k

ભારત પાકિસ્તાન ભાગલાં પડી રહ્યા હતાં. લોકો પોતાનો જીવ બચાવવાં નાસી રહ્યા હતાં. ધર્મોના લોકો પોતાનું આધિપત્ય જમાવવા નિર્દોષ લોકોની હત્યાં કરી રહ્યા હતાં. એમાં જ એક ફેમિલી પોતાનાં બાળકોને લઈને દોડી રહી હતી. "નગ્મા, રોકાઈ જા. એ જંગલ શ્રાપિત છે." "જીવ બચાવવાં દોડવું જ પડશે. મરવા કરતાં શ્રાપિત જીવન જીવવું બહેતર રહેશે." નગ્મા તેની બે વર્ષની બાળકી સામું જોતાં બોલી. રહીમ પણ તેનાં ખભે બેસાડેલ બાળક તરફ નજર કરતાં બોલ્યો, "ઠીક છે પણ જોડે રહેજે. બ્લુ વેલી જંગલ દિવસમાં પણ અંધકાર જ ધરાવતું હોય છે." "હા, ચલ રૂકસાના આગળ ચાલ. હાથ પકડો બધા એકબીજાનો." નગ્માએ પોતાની વીસ વર્ષની દીકરીને