આરોપ

(19)
  • 5.2k
  • 1.5k

શીર્ષક : આરોપ“જોયું? તમે જોયું ને? આ બધુ ક્યાથી ક્યા પહોચ્યું? હું તમને દસ વર્ષ પહેલા કહેતો હતો. પણ તમે...તમે લાગણીના બંધનમાંથી બહાર આવવા જ ન્હોતા માંગતા. મને તો ક્યારેક એ સમજાતું જ ન્હોતું, કે એવી શી લાગણી તમે તમારા હ્રદયના ખુણામાં આવા લોકો માટે રાખી હશે?” અંધારા ઓરડાના દરવાજે ટીમટીમીયા જેવા બલ્બના પ્રકાશમાં ઊભો ઊભો હું બબડી રહ્યો હતો અને વિચારોમાં સરી પડયો.-----*****-----“સમીર, બેટા સમીર, હમણા જ ઘરે એક કાગળ આવ્યો. કોર્ટ...કોર્ટમાથી બેલિફ આવીને મારા નામનો સમન્સ આપી ગયો. મારા ઉપર કુલ ૧૪ પાનાનો આરોપ છે. આ આરોપ આપણા સગાઓએ લગાવેલ છે. બેટા તું નોકરીમાંથી ક્યારે આવશે? જલ્દી આવ.