એક પૂનમની રાત - પ્રકરણ-28

(124)
  • 9.3k
  • 4
  • 5.5k

એક પૂનમની રાત પ્રકરણ-28 દેવાંશ અને વ્યોમા મીલીંદનાં ઘરે જઇને એની દાદી-માં ને મળ્યો. મીલીંદની માં એ વંદના દીદીને મળવા જવા ના પાડી કહ્યું પછી આવશે. પણ એમની આંખમાં કોઇ ભય હતો. દેવાંશથી છૂપું ના રહ્યું પણ એ ઘરની બહાર વ્યોમાને લઇને નીકળી ગયો. પણ પાછળ આવેલાં રામુ નોકરને એણે પૂછ્યું રામુ આ ઘરમાં શું ચાલી રહ્યું છે ? દીદીને શું થયું છે ? મને મળવા જાણ માસીએ કેમ ના પાડી ? રામુ દેવાંશ સામે જોઇ રહ્યો અને બોલ્યો. દેવાંશભાઇ જ્યારથી મીલીંદભાઇ મૃત્યુ પામ્યા છે આ ઘરમાં બધુ બદલાઇ ગયું છે. હવે મને પણ અહીં નથી ગમતું હું આટલા વર્ષોથી આ