નરો વા કુંજરો વા - (૬)

  • 3.2k
  • 1
  • 1.2k

ધ્રુવએ મને હલાવ્યો ત્યારે હું વર્તમાનમાં આવ્યો. થોડા સમયમાં તો આખો ભૂતકાળ મારી આંખો સામે આવી ગયો. હું ફરીથી દુઃખમાં જતો રહું તે પહેલા જ મારા પપ્પાએ પોતાની વાત સભા વચ્ચે કહેવાનું શરૂ કર્યું. "મને ખબર છે કે ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનાને તમે હજી પણ ભૂલ્યા ના હશો. પણ એ ત્રણ વર્ષ પહેલા મારા દીકરાને જે ગુના માટે ગુનેગાર ગણવામાં આવ્યો હતો એ ગુનો એણે કર્યો જ ના હતો. અને એ નિર્દોષ હતો." મારા પપ્પાની આ વિસ્ફોટક વાત સાંભળી આખી સભા ઉછળી પડી. હું તો મારા પપ્પા તરફ અહોભાવથી જોવા લાગ્યો. હું તો એવું સમજતો હતો કે તેઓ મારા