નરો વા કુંજરો વા - (૩)

  • 4.3k
  • 1.6k

ગામસભા જોઈને હું મારા અને મિહીકાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. લગભગ હું તે સમયે દસમાં ધોરણમાં હતો જ્યારે મેં મિહીકાને પહેલી વખત જોઈ હતી. હું અને મારો ખાસ મિત્ર રાજ શાળાએ જતા હતા ત્યારે રસ્તામાં તે એકબાજુ બેઠી બેઠી રડતી હતી. એને રડતી જોઇને મારાથી રહેવાયું નહિ. એટલે મેં પૂછી લીધું. "શું થયું? કેમ રડે છે?" એણે મારા સવાલનો જવાબ ન આપ્યો અને મોઢું ફેરવી લીધું. પણ હું પણ જાય એવો ના હતો. મેં ફરીથી સવાલ કર્યો. અને જ્યાં સુધી એણે કહ્યું નહિ ત્યાં સુધી હું ત્યાંજ ઊભો રહ્યો. "હું અહીંયા નવી છું અને આજે મારો પહેલો દિવસ છે તો મને