નપુંસક (એક થ્રીલર સ્ટોરી)

(22)
  • 5.7k
  • 1.9k

માનવી એક સામાજિક પ્રાણી કહેવાય છે. પરંતુ ક્યારેક માનવી પોતાની હિન પ્રવૃતિઓ પરથી એક પ્રાણી કરતાં પણ બદતર હરકતો કરી બેસતો હોય છે. આપણી વાતૉનું પાત્ર પણ કંઈક આવું જ માણસરૂપી પ્રાણીનું પાત્ર છે. એને એક વિકૃત આદત હતી. અડધી રાતે લોકોના ઘરની તિરાડોમાંથી અંદર ઝાકવાની. મોડી રાતે ચાલીમાં જ્યારે બધા સૂઈ જાય પછી તે પોતાની વિકૃતિ સંતોષવા માટે નીકળી પડતો.એનું નામ નંદુ હતું. દેખાવે સાવ મૂફલિસ જેવો, લઘરવઘર કપડાં, ઓળ્યા વગરનાં વાળ, સાદુ પાટલૂન અને ટૂંકી બાંયનો ખુલતો શટૅ. આવો લઘરવઘર જ નોકરીએ જતો. અને ત્યાંથી આવીને ચાલીની પાછળ આવેલા દારૂના ઠેકા પર પડ્યો રહેતો. મુંબઈની ચાલીમાં એક જ રૂમની ઓરડીમાં