જીવનની ખુશી

  • 2.4k
  • 2
  • 784

જીવનની ખુશી ખીલતું ફૂલ બધાને સારું લાગે છે અને મુંઝાયેલું- કરમાયેલું ફૂલ સ્વીકારવાથી બધા આઘા ભાગે છે. બરાબર આ જ વાત આપણા જીવનને પણ લાગુ પડે છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ પ્રસન્ન હોઈએ છીએ ઉત્સાહથી તાજામાજા અને સ્વસ્થ હોઈએ છીએ તો ખીલેલા ફૂલ જેવા હોઇએ છે. અને બધાને સારા લાગીએ છે પરંતુ જ્યારે આપણે નિરાશ, હતાશ, રુગ્ણ અને કમજોર હોઈએ છીએ તો મૂરઝાયેલા-કરમાયેલા ફૂલ જેવા હોઈએ છીએ. અને બધા આપણાથી દૂર ભાગે છે. આપણા જીવનની જે પરિસ્થિતિઓ છે, નિશ્ચિત પણે તે ક્યારેક આપણને હસાવે છે તો ક્યારેક રડાવે પણ છે ક્યારેક નિશ્ચિતતા આપે છે