આપણાં મહાનુભાવો - ભાગ 16 - હંસાબેન મહેતા ભાગ 1

  • 5.3k
  • 1.5k

ધારાવાહિક:-આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતનાં ઘડવૈયા એવા ક્રાંતિકારીઓમાં માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં સન્નારી શ્રીમતી હંસા મહેતા વિશે આજે જાણીશું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનાં પત્ની હંસા મહેતાનો જન્મ 3 જુલાઈ 1897નાં રોજ સુરતનાં ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મનુભાઈ મહેતા અને માતાનું નામ હર્ષદકુમારી હતું. તેમનાં પિતા વડોદરાના દીવાન હતા. ઉપરાંત સયાજીરાવ ગાયકવાડનાં અંગત વિશ્વાસુઓમાં સ્થાન ધરાવતા હતા. તેમનાં દાદા શ્રી નંદશંકર તુળજાશંકર મહેતા હતા. જેઓ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત લેખકોમાંના એક હતા. ગુજરાતની પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' તેમણે જ