આગે ભી જાને ના તુ - 40

  • 2.5k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૪૦/ચાળીસ ગતાંકમાં વાંચ્યું.... વંટોળ શમ્યા પછી રતન અને રાજીવ આઝમગઢની ભૂમિ પર કદમ મૂકે છે જ્યાં રતન રાજીવને આઝમગઢનો નકશો બતાવી દૂર ફરફરતી મંદિરની ધજા તરફ ઈશારો કરે છે અને બીજી બાજુ એ બંનેને બે ઊંટસવાર એમની તરફ આવતા નજરે ચડે છે...... હવે આગળ..... "રતન.... ત્યાં જો...બે ઊંટ આવતાં દેખાય છે, તારી જમણી તરફ વળીને જો" "ઊંટ.... કોઈ વટેમાર્ગુ હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમપણ આપણને કોઈની સાથે શું લેવાદેવા. ચાલ આપણે પણ જઈએ હવે. આ લે પાણી પી લે" રતને રાજીવને પાણીની બોટલ આપી, "કદાચ કોઈ ભૂલા પડેલ મુસાફર પણ હોઈ