માંનુ અનુકરણ

  • 2.4k
  • 666

"ભાભી! તું આખી સોનાની છે, પણ ઘર કેમ આટલું ગંદુ રાખે છે? કેમ ગમેં છે આટલા વેરવિખેર ઘરમાં રહેવું?!?" "શૈલેજા બહેન, આમાં શું ગંદુ છે? આટલું તો ચાલે હવે." જ્યારે શૈલેજા માંયકે જતી, તો એની ભારતી સાથે એક જ વાત ઉપર વડછળ થતી. આમ એની ભાભી લાખયાણી હતી. સ્વાભાવથી પ્રેમાળ અને શૈલેજાની બીમાર મમ્મીનું પૂરું ધ્યાન રાખતી, પણ ઘરકામમાં એકદમ વેતા વગરની હતી. રસોઈ થઈ છે કે નહીં, ઘર ચોખ્ખું છે કે નહીં, એની એને ક્યારેય ચીવટ નહોતી. બસ, ભારતીને સારું સારું પહેરવું ઓઢવું અને હરવાફરવામાં વધારે રસ હતો. એની બન્ને દીકરીઓ પણ આ જ બધુ શીખીને મોટી થઈ રહી