સાચું જીવન ધીમે ધીમે મોટા શહેરોમાં ફેશન થવા માંડી છે, રાત્રે મોડા સુધી લોકો સામાજીક કે મોજશોખના કામે બહાર રોકાતા થઇ ગયેલ છે. પરંતુ જ્યારે ઘરમાં પુત્ર-પત્ની તથા તેના માતા-પિતા સાથે રહેતા હોય ત્યારે પુત્ર-પત્ની રાત્રે મોડા સુધી ઘરે ન આવે તેની ચિંતામાં માતા-પિતા પણ જાગતા હોય જ છે. તેજ મુજબ આજે રાત્રીના અગિયાર વાગ્યા હતા...પરંતુ હજુ સુધી આદીત્ય અને તેની પત્ની આવ્યા ન હતા...લગ્ન પહેલા તો સમજ્યા આદીત્ય મોડો આવતો. પણ લગ્ન પછી તેનું ઘરે મોડુ આવવું તેમને યોગ્ય લાગતું ન હતું. યુવાન છોકરા ને ટોકવા અંદર થી ગમતું ન હતું...એટલે હું ચૂપ રહી પિતા આ બધું જોઇ