એક પૂનમની રાત - પ્રકરણ-26

(124)
  • 8.6k
  • 1
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-26 અઘોરીજીએ અંગારીનાં જીવની સદગતિ કરી દીધી એ વિધિમાં લગભગ 3 કલાક નીકળી ગયાં. પછી અઘોરીજીએ કહ્યું દેવાંશ તારી સાથે કોણ છે ? દેવાંશે કહ્યું બાપજી આતો મારી સાથે નોકરી કરતી છોકરી વ્યોમાં છે એણે વ્યોમા તરફ જાઇને કહ્યું. અઘોરીજીએ કહ્યું હું એ છોકરીની વાત નથી કરતો. મે તારી સાથે કહ્યું એટલે તારી સાથે કોણ ફરી છે ? તને ખબર છે ? અત્યારે હાલ તારી સાથે નથી આ ઘરમાં હવે બીજી કોઇ પ્રેત પ્રવેશી પણ નહીં શકે એવી વિધી કરી છે. વિક્રમસિહે કહ્યું બાપજી બીજુ કોઇ એટલે ? મારાં દિકરાને કોઇ નુકશાન તો નહી પહોચેને ? કોઇ મેલી