મારું ઘર મારી પ્રથમ શાળા

  • 2.5k
  • 718

દેવેશભાઈના પત્ની દિવ્યાબહેન ફલોર પર પોતું લગાવી રહ્યા હતા ત્યાં અચાનક રસોડામાંથી કાંઈક અવાજ આવવાથી તે રસોડામાં દોડી ગયા. ત્યારે તેના પતિ દેવેશભાઈ એક બીજી રૂમ તરફ જઈ રહ્યા હતા. ઉતાવળમાં તેનું ધ્યાન નહીં રહેવાને કારણે ફલોર પર રહેલી ડોલ સાથે અથડાયા તેથી ડોલ આડી પડી ગઈ અને ડોલમાંં રહેલું પાણી આખા ફલોર પર ફરી વળ્યું. દિવ્યાબહેન રસોડામાંથી પાછા બહાર આવ્યા અને આ દૃશ્ય જોઈને તરત પોતાના પતિ દેવેશભાઈ પ્રત્યે બોલ્યા, આઈ એમ સોરી. આ મારી ભૂલના કારણે આવું થયું કે મેં જ અહીં રસ્તામાંથી ડોલ દૂર ન મુકી ને અહીં વચ્ચેજ મુકીને જતી રહી. સોરી.