રોકડિયા સાહેબ

(12)
  • 4.4k
  • 1.1k

મારા પિતાજી પ્રાયમરી શાળાના શિક્ષક હતા અને હું તેમનીજ શાળામાં વિદ્યાર્થી હતો. છતાં મને જેતે સમયે ભણતર ન ચડયું તે નજ ચડ્યું. ભણતરના આ ભર્યા તળાવમાંથી ધો-૭ સુધી હું કોરો નીકળ્યો. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીને નાપાસ કરવામાં આપણી સરકાર માનતી નહિ તેનો મેં અને મારા તમામ વર્ગ શિક્ષકોએ ભરપુર લાભ ઉઠાવ્યો. એમાં પણ હું તો શિક્ષકનોજ દીકરો હતો એટલે આડકતરી રીતે વિશેષ લાભ મળતો હતો. એવું નહોતું કે મારા માતા-પિતા મારા શિક્ષણ માટે ગંભીર નહોતા. પરંતુ પિતા-પુત્ર વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ બંધાય એવા કોઈ ગ્રહો નહોતા એટલે બંને એ બાબતથી દૂર ભાગતા અને આ જવાબદારીનો ઘંટ ત્રાહિત વ્યક્તિના ગળે બાંધવાનું વધારે પસંદ