ભાવનાત્મક જોડાણ

  • 5.5k
  • 1.7k

*United by Emotion.(ભાવનાત્મક જોડાણ)* *માનવીય ભાવનાઓ, સ્પર્ધાત્મકતા અને ખેલદિલી* જમૈકા નો રમતવીર *ઉસેઇન બોલ્ટ* કદાચ ઇતિહાસનો સૌથી કુશળ અને ઝડપી દોડવીર છે. તેની કારકિર્દી દરમિયાન, તેણે વર્લ્ડ એથેલેટિક ચેમ્પિયનશીપમાં 11 ગોલ્ડ અને ઓલિમ્પિક સ્પર્ધાઓમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે! ઉસૈને સૌથી ઝડપી ગણાતી એવી 100 મીટર રેસ માં, 200 મીટરની ઝડપથી દોડવાની રેસમાં અને 4x100 મીટર રિલે રેસમાં સૌથી ઝડપી દોડીને અને સૌથી ઓછા સમયમાં રેસ પુરી કરવાના મહત્વના વિશ્વકીર્તિમાન સ્થાપિત કર્યા છે. અને હજુ તો આ ઓછું હોય એમ , ઉસૈન બોલ્ટે આ તમામ પ્રકાર ની રેસ માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને તે પણ ઓલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે સાવ સરળતાથી