એક પ્રેમ પત્ર મારાં પરમ મિત્ર પુસ્તકને

  • 4.9k
  • 1
  • 1k

મારાં પરમ મિત્ર પુસ્તક, તને આ વાંચીને નવાઈ લાગશે ને? તને એમ પણ થશે કે મને તો વળી કોઈ પત્ર લખતું હશે? પણ આજે હું તને પત્ર લખું છું મારાં પરમ સખા ! જેમ અર્જુનના પરમ સખા કૃષ્ણ હતા, તેમ તું પણ છે મારો પરમ મિત્ર. જેમ જેઠાલાલની મુસીબતનો ઉકેલ મહેતા સાહેબ પાસે છે, તે રીતે મારાં પ્રશ્નોના ઉકેલ પણ તારી પાસે છે. જેમ સૂરજનું કિરણ કાળા ડિબાંગ વાદળની આરપાર રસ્તો બતાવે છે તેમ તારું જ્ઞાન રૂપી કિરણ મને મુશ્કેલીમાં ઉકેલ બતાવે છે! તને એમ થતું હશે કે,'મને તો લોકો માત્ર વાંચે અને મારી જગ્યાએ ફરી રાખી દે.'