એ હાથ (ગાય દ મોંપાસા) 

  • 3.8k
  • 1.3k

(મહાન વાર્તાકાર ગાય દ મોંપાસા ની વાર્તા નો અનુવાદ)એક ક્ષણ પણ એવું ન વિચારશો કે આ મામલામાં કોઈ અધીદૈવિક તત્વ કામ કરતું હતું. બુધ્ધિથી પર એવી કોઈ શક્તિમાં હું માનતો નથી. પણ જેને આપણે સમજી ન શકીએ તેને અધિદૈવિક ગણવાને બદલે 'અગમ્ય' અથવા 'સમજવું અશક્ય' ગણીએ તો કામ ઘણું સરળ થઇ જાય એમ હું માનું છું. ગમે તેમ પણ જે વાત તમને કહેવા માગું છું એમાં સંજોગો, ઘટનાની પૂર્વસ્સ્થિતિ એવા હતા કે મને વિચલિત કરી ગયા. એ સંજોગો ઘટના ટૂંકમાં તમને કહું.એ દિવસોમાં હું અજેશિયો ખાતે મેજિસ્ટ્રેટ હતો. એક ખૂબસૂરત અખાત ને કાંઠે આવેલ આ નગરની ત્રણ બાજુએ સરસ પહાડો