ઇકબાલના મનમાં ભય હતો. ભય એ વાતનો હતો કે આજે પણ કાલની જેમ જ રાત થઈ ગઈ છે. કાલ જંગલમાં કાર બંધ થઈ ગઈ હતી. એજ રીતે આજે પણ એ દાઢીવાળો... એવા વિચારો ઇકબાલના મનમાં ફરી રહ્યા હતા. નિશા ગાડી ખૂબ ન નિરાંતે ચલાવી રહી હતી કારણ કે સાગરનું એક્સીડેન્ટ થયું એ બધું એના મગજમાં હતું. સાવ શાંતિ પૂર્વક અને નિરાંતે કાર ચલાવી રહ્યા હતા. ઇકબાલને ડર હતો એટલે ઇકબાલ મનમાને મનમાં સંકોચ અનુભવતો હતો. અને સાગરનું એક્સીડેન્ટ થવાનું છે એ અગાઉથી જ એના સપનામાં દેખાયું હતુ. આ બધું શુ થઈ રહ્યું છે! કોણ કરી રહ્યું છે! એ દાઢીવાળો! "