જાડેજા અને વસાવાનું મો પહોળું થઈ ગયું. એમની સામે દરવાજો ખોલી એક સ્ત્રી ઉભી હતી. કોઈ સામાન્ય સ્ત્રી નહી, એક અપ્સરા... કદાચ અપ્સરાને શરમાવે એવી. સોનેરી કાળી બોર્ડર સાથે એક સફેદ રંગની સાડીમાં સજ્જ, પારંપરિક સિલ્વર ઓક્સોડાઈઝનો ગળાનો હાર, બંગડીઓ, અને બુટ્ટીમાં એ કોઈ અપ્સરાને ઢાંકી દે એવું ઝાઝારમાન સ્વરૂપ. લંબગોળ – સુંદર ગોરો ચહેરો, હરણી જેવા સુંદર નેન-નક્ષ. કુદરતી ગુલાબી હોઠ. કોઈ ખામી ન હોય એવો સુંદર ચહેરો. અને શરીર એકદમ કસાયેલું. એક આદિવાસી સ્ત્રીની જેમ. એક પળે જોતા એ કુમળી કળી લાગે. અને બીજા જ પળે એક સિંહણ, જે યુદ્ધ માટે તૈયાર હોય. એની આંખો એટલી અલગ હતી કે પ્રથમ