સવારના છ વાગ્યા હતા. છાપાવાળો સાયકલ ચલાવતા ચલાવતા હાર્દિકના ઘરે છાપું આપવા જાતો હતો. એને શેનીક દુર્ગંધ આવે છે!, એની નજર હાર્દિકના ઘરની પાછળ ધુમાડો નીકળો હતો ત્યાં જાય છે. ઘરના પાછળના ભાગમાંથી ધુમાડો આવતો હતો. એને બીજી જગ્યાએ પણ છાપા પહોંચાડવાના હોવાથી, એની ઉપર ધ્યાન આપ્યા વિના હાર્દિકના દરવાજા પાસે છાપુ રાખીને ચાલ્યો જાય છે. થોડીવાર પછી હાર્દિક ઉઠે છે. એ પલંગ ઉપર બેસીને બે હાથ પાછળ કરીને આળસ ખાઈ રહ્યો હતો. એને આજ મસ્ત નીંદર આવી હોય એવું લાગી રહ્યું હતું. એ ફ્રેશ હોય એવું અનુભવ કરી રહ્યો હતો. એ ઉભો થઈને દરવાજા પાસે મુકેલ છાપાંને લઈને ટેબલ ઉપર