આગે ભી જાને ના તુ - 38

  • 2.6k
  • 1.1k

પ્રકરણ - ૩૮/આડત્રીસ ગતાંકમાં વાંચ્યું..... પારેખવિલા અને માલતીમાસીના બંગલે રાજીવ અને અનન્યાની સગાઈ માટે મહેમાનોનું આગમન, મહેંદી, ગરબા, ડીજે, જેવા વિવિધ કાર્યક્રમોની મહેફિલ જામે છે. અન્ય મહેમાનોની સાથે એક અજાણ્યા અતિથિનું પણ પારેખવિલામાં આગમન થાય છે અને શરૂ થાય છે અણધારી સફર...... હવે આગળ..... પંદર-વીસ મિનિટ પછી એક કાર પારેખવિલાના ગેટ પાસે આવીને ઉભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાઈ એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં જીપીએસ ઓન કરી, આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી.. વડોદરા શહેર છોડીને આઝમગઢ તરફની દિશા પકડ્યા બાદ રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ