ઝોમ્બિવાદ - (ભાગ 4)

  • 2.7k
  • 1.1k

"સર, આ દિનિયો તો ફોન જ નથી ઉપાડતો. સાલો એ ડ્રગ્સ લઈને ટલ્લી તો નથી થઇ ગયો ને?!" "દીપેશ, અત્યારે આવી ફાલતુની મજાક કરવાનો ટાઈમ નથી. ટીમની રાહ જોવામાં મોડું થઇ જશે. આપણે બે જ ત્યાં પહોંચી જઈએ. પાછળથી ટીમ પણ આવી જશે એટલે સમય પણ ઓછો વેડફાશે. તું દિનકરને ફોન ચાલુ જ રાખ, સમજ્યો." "અહીંયા પેટમાં બિલાડા બોલે છે ને આમને સમયની પડી છે." સબ. ઈ. દીપેશ મનમાં જ ગણગણ્યા. એસીપી અભય અને સબ. ઈ. દીપેશ બંને જીપમાં બેસીને ફાર્મહાઉસ તરફ જવાં રવાના થયાં. ******************** મોહિત બારમાં બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો. પાર્ટીમાં રહેલા લોકો પોતાની મસ્તીમાં