એક પૂનમની રાત પ્રકરણ-24 કંવલજીત સરે બધાંને સમજાવેલું હું ચીઠ્ઠીઓ પાડીશ દરેક ટીમને બે ઇમારત મળશે એની વીઝીટ કરી એનો સંપૂર્ણ રીપોર્ટ બનાવવાનો રહેશે. એ ઇમારતનો ઇતિહાસ એની બનાવટ કારીગીરી, એની મરમ્મત કરવાની હોય તો એ. ત્યાંની સ્થિતિ એમાં અંદાજે કેટલો ખર્ચ જે બીજા ડીપાર્ટમેન્ટની મદદથી કાઢવો સ્થાપત્યનું મહત્વ સમજાવવું એમાં થયેલાં અનુભવો સાથે સાથે એ ઇમારત અંગે શું લોકવાયકા છે એનો નિર્દેશ કરવો દરેક ટીમનાં બે મેમ્બર હશે તમે પાંચ જણા છો તો તમારી ત્રણ ટીમ બનશે છઠ્ઠો મેમ્બર આપણાં કાર્યાલયનો પ્યુન સાથે રહેશે જેને ખૂબ અનુભવ અને જાણકારી છે વળી એ રાજપૂત છે બહાદુર છે એનું નામ છે ભેરોસિંહ...