એક પૂનમની રાત પ્રકરણ-23 દેવાંશ જમી પરવારીને એનાં રૂમમાં આવ્યો. આવીનો જોયુ કે એનો રૂમ સરસ ગોઠવાયેલો પથારીની ચાદર સરસ પથરાયેલી હતી એને ખ્યાલ આવ્યો હોય એમ શાંતિથી બેડ પર બેસી ગયો. દેવાંશે કંઇક વિચાર કરી આંખો બંધ કરી અને શ્લોક બોલવા લાગ્યો એને પરિણામની કોઇ ફીકર નહોતી એ થોડીવાર એમજ બેસી રહ્યો. એને થયું એનાં રૂમમાં કોઇ ચોક્કસ ફરી રહ્યું છે. એણે જોયું બારીમાંથી કોઇ ઓળો રૂમમાં આવીને ફરે છે. એણે પૂછ્યું કોણ છો ? અહીં મારાં રૂમમાં શું કરો છો ? એને કોઇ જવાબ ના મળ્યો. દેવાંશે થોડાં સખ્ત અવાજે ફરીથી પૂછ્યું તો એને હસવાનો અવાજ આવ્યો. એણે આર્શ્ચથી