બધા જ મિત્રો હસી મજાક સાથે કોલેજ ના દિવસો એન્જોય કરતા હોય છે. તેમાં પણ આહના અભયની વધુ નજીક હોય છે. તે આખા ગ્રુપમાં સૌથી વધુ અભય સાથે જ હસી મજાક કરતી હોય છે. અને તે દરેક જગ્યાએ અભય અને વેદિકાની સાથે જ હોય છે. એક દિવસ બધા આવી રીતે જ કોલેજમાં બેઠા હોય છે અને અભયના ફોન પર કોઈનો કોલ આવે છે. અભય તેમની સાથે વાત કરે છે અને પછી ફોન મૂકે છે. બધા અભયને જ જોતા હોય છે."મારી સામું શું જુઓ છો બધા?" અભય પૂછે છે."કશું નઈ. કોનો ફોન હતો જે આટલો ખુશ છે?" આરવ પૂછે છે."મારું જે