19 કોઈના કહ્યા વગર બીજે દિવસે કોમરેડ અને એક લીડર જીવણ મહારાજને ઘેર ગયા. ખરખરો કર્યો કે 'હશે. થવા કાળ. આમ તો કાંઈ છૂટે નહીં પણ મેં સાહેબોને વાત કરી છે. નોકરીમાં હોય એ તો સસ્પેન્ડ થાય, ત્રણેક ઇન્ક્રીમેન્ટ અટકે અને ઉપરથી પોલીસ કેસ થાય. જેલ પણ. આ તો અમે કહ્યું ને સાહેબ માન્યા. તમને તો સસ્પેન્ડ કરવા હોય તો પહેલાં નોકરીએ લેવા પડે.' પોતાની જ જોક પર કોમરેડે તાળી માટે હાથ ધર્યો. અતિ ગંભીર જીવણ મહારાજે ક્યારેય કોઈને તાળી આપી વાત નહોતી કરી. તેઓ ચૂપચાપ સાંભળી રહ્યા. 'બે ત્રણ પગાર જેટલા એટલે કે લાખેક રૂપિયા દંડ વગેરેના લઈ છોડી