17 રાજકોટ રિપોર્ટ કર્યો. મારે જૂનાગઢ, સોમનાથ થઈ ફરી જૂનાગઢ, તલાલા અને ત્યાંથી પાછા આવી અને પછી કોસ્ટલ હાઇવે પર પોરબંદર અને ત્યાંથી પાછા રાજકોટ જવું એવો શિડયુલ અપાયો. નાથગીરી બાવાજી સાજા થઈ નોકરીએ ચડેલા. એને પાછા ઈ વડોદરા વોલ્વો વાળા રૂટે જ મોકલ્યા. અમે જે સાપુતારાવાળા રસ્તે અને ભાવનગર કોર્ય થયું એની કમ્પ્લેન કરેલી એની વાત થઈ. એનાં મૂળ તો ઊંડાં નીકળ્યાં. અમે બે એસટીની કોઈક સ્કીમની પડખે હતા ને યુનિયન ( અમારે ત્યાં યુનિયન એટલે એક લીડર. એ કહે એમ જ થાય એવો ધારો પડી ગ્યો તો. જીવણ મા'રાજની ભાષામાં શિરસ્તો.) એના વિરોધમાં હતું. બીજાઓ પણ અમારી વાંહે