પૈડાં ફરતાં રહે - 16

  • 2.3k
  • 2
  • 904

16 'અને એમ ભોમિયો મને ચલાવતો ખંભાળિયાથી રાજકોટ પહોંચ્યો. એનું નવી નવાઈનું 'ફેમિલી' ધ્રોળ ઉતર્યું. એની પત્નીએ અને ધ્રોળ ઉતરી ભોમિયાએ મામલતદાર સાહેબને થોડામાં ઘણું કહી દીઘું. કેટલુંક તો તેઓ માનવા તૈયાર નહોતા. બસ જોખમભર્યા તોફાનમાંથી હેમખેમ લાવ્યો એ બદલ એને ચોક્કસ શાબાશી ઘટે પણ એની ઓથે એ કોઈ અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર અંગત વેર વાળવા ખોટો આરોપ નહીં કરતો હોય એની શી ખાત્રી! એ પછી મામલતદારે જામનગર કલેક્ટર અને ધ્રોળ પોલીસને કાને વાત નાખી દીધેલી. પોલીસ અધિકારીએ તો વાતને હસી કાઢી. કહ્યું કે ભોમિયાનો બાપ ગાંડો થઈ ગયો છે. કેઇસ કોર્ટમાં પેન્ડિંગ છે છતાં એના થાણે આવી અવારનવાર ફરિયાદો