એ છોકરીને જોઈ ત્યારથી મને એટલી બધી વ્હાલી લાગતી હતી જાણે કે મારી નાની બેન. આમ તો સ્કૂલમાં ભણતાં ભણતાં મારી સખી બની જ ગઈ હતી. પરંતુ એક બેનની જેમ મારી સાથે હળીભળી ગઈ તી. રોજ સાથે આવવાનું, સાથે જવાનું, કલાસમાં સાથે, રમતગમતમાં સાથે જાણે મારી એક આદત બની ગઈ હતી. એની સાથે એક આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો. રૂપ તો જાણે ભગવાને આખો ને આખો સુંદરતાનો કળશ ઢોળ્યો હોય એવું, આંખો તો જાણે મૃગનયની જેવી, નકશીદાર નાક, હોઠને તો જાણે ગુલાબની પાદડી જ સમજી લો, એના કેશ તો જાણે ઘૂંટણને અડકીને શરમાવે એવાં લાંબાં. અહા ! સાચે બહુ જ રૂપાળી હતી. મારી એ સખી,