દૈનિક યોગ સહુને માટે

  • 9.3k
  • 6
  • 2.1k

દૈનિક યોગ સહુ માટેયોગ દિવસ નિમિત્તે અત્રે એવાં આસનો મુકું છું જે દરેક લગભગ સ્વસ્થ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે.અગાઉ આશરે 20-25 વર્ષ પહેલાં યોગ કલાસ અને પુસ્તકો જોયાં હોય તો શીર્ષાસન, મયુરાસન, શક્તિ આસન જેવાં પ્રમાણમાં અઘરાં આસનો રહેતાં.હવેના યોગ અભ્યાસક્રમમાં સહુ કરી શકે અને સહુને મહત્તમ ફાયદો થાય એવાં આસનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આસનો સાથે શ્વાસની સ્થિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.એ સાથે આસનો પહેલાં કરવાની સૂક્ષ્મ ક્રિયાઓ શરીરમાં રક્તસંચાર ઝડપી બનાવે છે અને તદ્દન સહેલી લાગે પણ સ્નાયુઓને યોગ્ય ખેંચાણ, સ્થિતિસ્થાપકતા, પ્રાણવાયુ અને મજબૂતી આપે છે.ઘણી ક્રિયાઓ ફિઝિયોથેરાપીની કસરતોને મળતી આવે છે અને સર્વાંગી તંદુરસ્તી માટે સારી