રાજકારણની રાણી - ૫૫

(61)
  • 5.5k
  • 2
  • 2.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૫ બી.એલ.એસ.પી. ના ધારાસભ્યો એમજેપીના સંપર્કમાં હોવાની વાત સાચી હશે કે અફવા? એના કરતાં જનાર્દન ધારેશ વિશે વિચાર કરવા લાગ્યો હતો. ધારેશ પાટનગરમાં બેસીને સુજાતાબેન વતી નજર રાખી રહ્યા છે એનો મતલબ બંનેની દોસ્તી અગાઉથી હશે કે હમણાં રાજકારણમાં સક્રિય થયા પછી થઇ હશે? ટીનાની વાતમાં દમ તો હતો. રાજકીય સમીકરણો ઝડપથી બદલાવાના હતા. કોણ કઇ તરફ જશે અને કોણ શું કરશે એ કોઇ જ્યોતિષ પણ આગાહી કરી શકે એમ ન હતા. રાજકારણમાં બધી જ આગાહીઓ સાચી પડતી નથી. 'જીસકી લાઠી ઉસકી ભેંસ' ની જેમ દરેક પોતાની પાસેની શક્તિઓનો ઉપયોગ કરે છે. મોટાભાગના રાજકારણીઓ હવા