અવલ મંઝિલ

  • 3.9k
  • 654

અવલ મંઝિલ શીતલ દેસાઇ અવાશીઆ ‘જલ્દી કરો.. દોડો..’ એવા અવાજ સંભળાઈ રહ્યા હતાં. આ ૧૦૮ સાથે આવેલ ડોક્ટરે કહી દીધું કે કેસ ખલાસ છે.. પણ હું તો ત્યાં જ ખૂણામાં જ હતો. સાવ લપાઈને બેઠો હતો. અરે ના, બેઠો ક્યાં, જમીનથી ઊંચે હતો..હા, યાર! આ તો રોકકળમાં ધ્યાન જ ન ગયું. જો કે મારૂ શરીર સામે જમીન પર ચત્તું પાટ પડ્યું હતું. રાતે ઊંઘમાં હું નીચે પડી ગયો હતો અને મરી ગયો હતો. ‘જલ્દી ગંગાજળ લાવો. ઘરમાં છે ખરું ? મા એ કટાક્ષમાં મારા પત્નીને પૂછ્યું. રડતી પત્નીએ કહ્યું: ‘હા એ તો હંમેશ પોતાની પાસે બાટલી રાખતા. ‘તઈયે...’મા એ ડોકું