એક તો આખે શરીરે રંગે કાળું, એક ધોળો વાળ મળે નહિ ને સમ ખાવા, એમાં પાછું એક આંખે કાણું અને બાંડિયું, એક કાને બૂચું એ કૂતરું જ્યારે જ્યારે ‘સુપ્રભાતમ્’ કરતું ફળીમાં આવીને ઊભું રહેતું, ત્યારે મને અનુભવ છે કે કાંઈક પણ નવાજૂની થાતી. એટલે આજ એનાં દર્શન થયાં અને મારાં તો ઘરણ જ મળી ગયાં. હું તો ચા પીને ‘બસ’ પકડવા દોડી રહ્યો હતો, ત્યાં ભાઈસા’બ પોતાનું રૂપાળું મોં દેખાડતા ત્યાં પગથિયા પાસે જ ઊભા હતા ! જાણે કહેતા હોય કે ‘હું આવ્યું છું, મને વધાવી લ્યો.’ ‘અરે હડ ! હડ !’ મેં એને હડકાર્યું. પણ એ સઘળી માનાપમાનની ફિલસૂફીને