પાર્કર પેન !

  • 5.2k
  • 2.6k

એક મરા મિત્રે પોતાનું ખિસ્સું ત્રણ વખત એક જ રીતે કાપી જનારા એક ગઠિયાની વાત કરી, ત્યારથી હું મારા પહેરણની બન્ને બાજુએ ખિસ્સાનો ભ્રમ થાય, પણ ખરી રીતે ત્યાં ખિસ્સાં હોય જ નહિ, એવાં ભ્રમખિસ્સાં રાખું છું, એનાથી મને એક ફાયદો થયો છે. મારા એવા ખિસ્સામાંથી કોઈ દિવસ કાંઈ જતું નથી. એક વખત એક ગઠિયાએ પોતે પકડાઈ જવાનો છે એ જોઈને, મારા ખિસ્સામાં એક નાની ઘડિયાળ સરકાવી દીધી હતી, પણ એ તો જાહેરખબર કરતી ને ગાતીગાતી જઈ પડી નીચે, અને ન ગઠિયાને ફાયદો થયો, ન મને ફાયદો થયો ને ન એના માલિકને. એના માલિકને તો ફાયદાગેરફાયદાનો પ્રશ્ન જ ન હતો.