વાતો ગઈ, સુગંધ રહી ગઈ

  • 5.8k
  • 3.4k

‘વાતો ગઈ, સુગંધ રહી, સાહેબ ! એ વાતો આ જમાનામાં બનવાની નથી. બની ગઈ, તે બની ગઈ !’ ‘અરે ! અ જમાનામાં આ જમાનાની વાતો બને, દલસુખભાઈ ! પણ આજે કેમ આવું બોલતાં બોલતાં જ દિવસના શ્રીગણેશ માંડ્યા છે ? બન્યું છે કાંઈ ?’ ‘બન્યું કાંઈ નથી. પણ કાલે જૂનાં કાગળિયાં ઉખેળી રહ્યો હતો, ત્યારે એક વાત એમાં વાંચી. એ વાત હજી ભુલાતી નથી.’ ‘એવી શી વાત હતી ? કોની વાત છે ? વાત કહી, એટલે એમાં એક બૈરી તો આવતી જ હશે !’ ‘ના. આ વાતની ખૂબી છે. આમાં એક પણ બૈરી આવતી નથી.’ ‘તો બે પુરુષ આવતા હશે.’