રતનો ઢોલી

(11)
  • 12.8k
  • 1
  • 5.1k

અમારા એવડા નાનકડા પીપળિય ગામમાં બીજો કોણ સંગીતવિશારદ આવીને બેસવાનો હતો ? એટલે શરણાઈવાળો ગણો, બંસીવાળો ગણો, સારંગીવાળો ગણો, દિલરૂબાવાળો ગણો કે વાજાંવાળો ગણો કે જે કાંઈ ગણો તે અમારો રતનો ઢોલી ! પણ એની પાસે અનોખી વાત હતી ! ગામને છેક છેવાડે એક નાનકડી ટેકરીની તળેટીમાં ઝૂંપડું બાંધીને એ રહેતો. ઝૂંપડીની આસપાસની જમીનમાં થોડાક છોડવા વાવીને એમની હાજરીમાં બેઠો બેઠો ઢોલ વગાડતોને મજા કરતો ! ટેકરી ઉપર જૂના વખતની કેટલીક મોટી શિલાઓ પડી હતી. એ શિલાઓ જો ડગે અને પડે તો રતના ઢોલીનું ઝૂંપડું સાફ થઈ જાય. પણ રતનો કહેતો કે એ તો માતાના સતને આધારે ટકી રહી છે.