સત્યનું દર્શન

  • 6.7k
  • 1
  • 3.7k

છેક છેલ્લી પળે અને તે લગભગ મૃત્યુની શય્યા પર માત્ર થોડો વખત એનું મોં અનિર્વચનીય આનંદથી ઝળહળી ઊઠ્યું હતું, એમ કેટલાકે કહ્યું હતું. એક પછી એક સઘળા ડગી ગયા હતા. જ્યારે સીતાપુર અને માણેકનગર વચ્ચે મોટરબસ શરૂ થઈ ત્યારે સઘળા ટપ્પાવાળાએ પહેલાં તો સંપ કર્યો. પછી અયોગ્ય હરીફાઈ કરી. પછી અદેખાઈ શરૂ કરી. અંતે ‘મોટર’ વિષે, પોતપોતાની રીતે, ઉતારુઓને કહેવાના ખોટા રિપોર્ટ પણ તૈયાર કર્યા. એટલું છતાં છેવટે તો હાર્યા, ભાગ્યા, ને હરીફાઈમાં ન ટકવાથી જુદે જુદે ધંધે વળગી ગયા. કોઈએ મજૂરી શોધી લીધી; કોઈએ ઘોડો વેચીને બળદ લીધો ને એકો કર્યો. કોઈએ ઘોડાને વેચીને હાટડી માંડી. માત્ર ધનો ભગત